President's message

Jayesh J. Shah

( PRESEDENT MESSAGE

મિત્રો,
હાલમાં આપણે સૌ મિત્રો Income Tax (Other than Audit) return ફાઈલ કરવામાં વ્યસ્ત છીએ અને જેની છેલ્લી તારીખ : ૩૧/૦૭/૨૦૨૨ છે. વધુમાં ચોમાસાની મૌસમ પુરજોશમાં જામી ગયેલ છે અને પુરા ગુજરાતમાં ઘણા સમયથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને પુર પણ આવી ગયેલ છે. જેના કારણે ઘણી હાલાકી પડી રહી છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલ છે. ઘણા એસોસિએશન તરફથી તારીખ લંબાવવાની રજુઆત કરવામાં આવેલ છે તો Government  તરફથી યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ.
જીએસટી કાયદાના પાંચ વર્ષ પૂર્ણ થવાના સમયે....
નિષ્ફળતા.... અસંતોષ... .... ચર્ચાના આ બધા નિષ્કર્ષ પછીનું તારણ...
સેલ્સટેક્ષ કે વેટ કે જીએસટી - અપ્રત્યક્ષ કરવેરાના આ બધા સ્વરૂપોના બે અગત્યના પાસા રહેલ છે. પરિપૂર્ણ કાયદો અને કાયદાના પાલન માટેની પરિપૂર્ણ સિસ્ટમ સેલ્સટેક્ષ કે વેટ કે જીએસટી - દરેક કાયદો અસ્તિત્વમાં આવ્યા પછી તેમાં સતત ફેરફારો થતાં જ રહ્યાં છે. હા, એ સત્ય છે કે જીએસટીમાં અગાઉના કાયદાના પ્રમાણમાં ઘણા જ વધારે અને જટિલ ફેરફારો થતાં રહ્યાં છે.
પરંતુ કરદાતા દ્વારા મહદ્અંશે દરેક કાયદો સ્વીકાર્ય રહ્યો છે. અત્યારે જીએસટી કાયદાની નિષ્ફળતા અંગે જો ચર્ચા કરવામાં આવે તો બે મુદ્દા અગત્યના જણાય છે. કરવેરા કાયદાનું ઘડતર અને તેના અમલ પાછળ સરકારનો મૂળ અને અંતિમ ઉદ્દેશ તો રેવન્યુ એટલે કે આવક મેળવવાનો જ રહ્યો હોય છે. 
હવે જ્યારે આર્થિક વ્યવહારો થકી તેમાંથી ટેક્ષની રેવન્યુ મેળવવા માટે સરકાર અને કરદાતા બંને પક્ષે જો નીચેના બે તબક્કાઓનું કાયદાની જોગવાઇઓને આધીન પાલન થાય તો કોઇ ફરિયાદ રહે નહીં.
(A) Eligible વેપારીને Eligible વ્યવહારની ટેક્ષ ક્રેડીટ (ITC) મળવી જોઇએ
(B) વેપારીએ આવી Eligible ટેક્ષ ક્રેડીટ મેળવ્યા પછી સરકારને ચૂકવવાપાત્ર કરનું ચૂકવણું કરવું જોઇએ એટલે કે સરકારના ખાતામાં મળવાપાત્ર રેવન્યુ જમા થવી જોઇએ.
જો આ બંને તબક્કાઓનું સરળતાથી અને પારદર્શકતાથી પાલન થઇ શકતું હોય તો ચોક્કસપણે કાયદાનો મૂળ હેતુ સફળ થયો તેમ કહી શકાય.
પરંતુ ઉપરોક્ત બંને (A) અને (B) તબક્કાઓની સફળતા સંપૂર્ણપણે એક સારી Digital System પર નિર્ભર રહે છે. અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર પક્ષે રહે છે. 
અત્રે જીએસટીના કેસમાં જ્યારથી GSTN ની રચના થઇ ત્યારથી વેપારી દ્વારા GSTN થકી ITCનો દાવો કરવો, ITC મંજૂર થવી તે બે અગત્યના પાસા જ નિષ્ફળ રહ્યા છે. અને તેના કારણે વેપારી પોતાની ચૂકવવાપાત્ર કરની ચૂકવણી યોગ્ય રીતે કરી શકતા નથી. 
આ પાંચ વર્ષમાં મૂળ કાયદા પ્રત્યે વેપારીઓનો કોઇ વિરોધ રહ્યો નથી. તકલીફ તેના અમલીકરણ માટે બનાવેલ GSTN ની જ જણાય છે. વેપારીને જો તેની મળવાપાત્ર ITC મંજૂર થતી હોય તો તેને તેનો ચૂકવવાપાત્ર વેરો ભરવામાં કોઇ વિરોધ જ ન હોઇ શકે.
હવે વેપારી જ્યારે તેના વ્યવસાય થકી સરકારને વેરો ભરે છે તો તે સરકાર પક્ષે જવાબદારી રહે છે કે તેણે વેપારીને તેની મળવાપાત્ર ITC નો દાવો કરવા માટે એવી સિસ્ટમ બનાવવી જોઇએ કે જેમાં વેપારી કોઇપણ વધારાના બીનજરૂરી પ્રયત્નો કે આર્થિક ખર્ચ કર્યા વગર તેવી ITC મેળવી શકે. સરકાર દ્વારા જો ટેક્ષ મેળવવા માટે વેપારીઓ પર એવી સિસ્ટમ લાદવામાં આવે કે જેનાથી વેપારીના સમય, શક્તિ અને ધનનો વ્યય થતો હોય તો તેવી સિસ્ટમ ક્યારેય સ્વીકાર્ય અને સફળ ન બને.
પરંતુ હજી પણ દરેક Council Meeting માં નવા નવા સરક્યુલર બહાર પાડવામાં આવી રહ્યા છે. જે પરથી એવું ફલિત થાય છે કે હજુ GST કાયદાને settle થતા ઘણા વર્ષો લાગી જશે.
હાલમાં GSTની ૪૭મી Council Meeting માં Pre Packed અને Labelled વાળી ચીજવસ્તુ પર 5% GST લગાવવાનું નક્કી કરવામાં આવેલ છે અને તે અનુસંધાને નોટિફિકેશન પણ ૧૮/૦૭/૨૦૨૨થી લાગુ પડશે તેવું બહાર પાડવામાં આવેલ છે. આ બાબતે પુરા ભારત દેશમાં ખુબજ અસંતોષનો માહોલ ફેલાઈ ગયો છે અને તેનો વિવિધ સંસ્થા દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. હવે એ જોવાનું રહેશે કે આ બાબતે Government દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે કે પછી બહાર પડેલ નોટિફિકેશનને Continue રાખશે.
આપણા એસોસિએશન દ્વારા 1st Study Meetingનું આયોજન કરેલ હતું જેમાં ૪૭મી Council Meeting દ્વારા કરવામાં આવેલ ફેરફાર તથા વિવિધ પ્રકારની GST કાયદા હેઠળની નોટીસ અને Compliance નો વિષય રાખેલ હતો. જેમાં મુખ્ય વક્તા એડવોકેટ ડો. શ્રી અવિનાશ પોદાર સાહેબ હતા. પરંતુ મેડીકલ ઇસ્યુના કારણે તે હાજર રહી શકે તેમ ન હોવાથી અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને શ્રી સમીરભાઈ સિધ્ધપુરીયા સાહેબે ઉપરોક્ત વિષય પર વક્તવ્ય આપેલ હતુ અને તેમની અથાગ મહેનત અને સુંદર વક્તવ્ય બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
અમારી Team VAT તથા GST કાયદા અન્વયે ડીપાર્ટમેન્ટ દ્વારા પડતી મુશ્કેલીની રજુઆત તથા નિરાકરણ માટે હંમેશાં તત્પર રહે છે. અને જે તે યોગ્ય સમયે જે તે ઓથોરીટી સામે રજુઆત પણ કરીએ છીએ તેના ભાગ રૂપે VAT કાયદા હેઠળ રજુ કરવામાં આવેલ Security Deposite તથા NSC પરત કરવાની ડીપાર્ટમેન્ટ દ્વારા ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે અને મોટા ભાગના વેપારીઓને Security Deposite કે NSC પરત મળી ગયેલ છે તેમ છતાં જો હજુ કોઈ વેપારીને પરત મળી ન હોય તો એસોસિએશનની ઓફીસ એ જાણ કરવા વિનંતી છે.
અમારી ટીમ Sale Tax તથા VAT કાયદા હેઠળ ની ફરી એકવાર Amenty Scheme લાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. તે સંદર્ભે ગુજરાત સરકાર તરફથી જલ્દીથી નવી Amenty Scheme બહાર પાડવામાં આવે અને જેનો લાભ મહતમ વેપારીઓ લઇ શકે તેવી આશા રાખીએ છીએ.
બસ, આપ સર્વે સભ્ય નો સાથ સહકાર મળતો રહે તેવી આશા સહ..........


પ્રમુખ
ધી ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસીએશન