GSTBA Logo

The Gujarat State Tax Bar Association

Member Login
Events

President's Message

President Photo

President

2026-27

Devkaran L Vaghasia

માનનીય સભ્યશ્રી,

નમસ્કાર,

વર્ષ ૨૦૨૬ -૨૭ માં નવા નિયુક્ત થયેલ તમામ હોદ્દેદારો , કો-ઓપ્ટ મેમ્બર્સ , એડિટર શ્રીઓ ,કમિટી ના સભ્યો , એસોસિયેટ મેમ્બર્સ તથા તમામ સબ કમિટીના કન્વિનર્સ અને સભ્યશ્રીઓ સંસ્થાની સેવાકીય પ્રવુતિ / કામકાજ માં જોડાવવા બદલ અભીવાદન તથા ધન્યવાદ પાઠવું છું.

ગતવર્ષ 2025-26 ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કરકર, માનદ મંત્રી શ્રી પંકજભાઈ શાહ તથા યુવાન ખજાનચી શ્રી નિશાંતભાઈ શાહ અને અન્ય તમામ હોદ્દેદારો તથા મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા વર્ષ દરમિયાન તમામ કામગીરીને શ્રેષ્ઠતાપૂર્વક કરવામાં આવેલ તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે . આ તકે ખાસ એક નોંધ લેવી ઘટે. ગત ઘણા વર્ષોથી ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અલગ અલગ વર્ષ માટેની ડિમાન્ડ ઊભી હતી. આ કારણોસર સંસ્થાના રિફંડ આ ડિમાન્ડ સામે એડજસ્ટ થઈ જતાં હતા. આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ ગત વર્ષના ખજાનચી નિશાંતભાઈ શાહ દ્વારા આપના સિનિયર સભ્યશ્રી રતિલાલ એલ વઘાસિયાની મદદ તથા તેનોના અંગત સબંધના ઉપયોગ દ્વારા આ ડિમાન્ડ શૂન્ય કરાવેલ છે. તેમજ સંસ્થાના બાકી રિફંડ મેળવેલ છે. આ પ્રકારની અદ્ભુત સમર્પિત કામગીરીની ખાસ નોંધ લઈ ખજાનચી નિશાંતભાઈ શાહ તેમજ રતિલાલ એલ વઘાસિયાનો સંસ્થા વતી તથા વ્યક્તિગત ધોરણે આભાર વ્યક્ત કરીએ છીએ.

ચાલુ વર્ષની મેનેજિંગ કમિટીના સભ્યો તથા તમામ સબ કમિટીના સભ્યો સંસ્થાની દરેક પ્રવૃત્તિ શ્રેષ્ઠ રીતે તથા સરળતાથી પૂર્વક થાય તેવા પ્રયત્ન કરવા માટે ઉત્સુક છે.

ચાલુ વર્ષની શરૂઆતથીજ મોટા ભાગની સબ કમિટી પોતપોતાના કામ સાથે કામકાજમાં કાર્યરત થઈ મિટિંગનું આયોજન કરી કામકાજ શરૂ કરી દીધેલ છે.

લો -કમિટી ,લોકલ તથા આઉટ સ્ટેશન રીપ્રેઝન્ટેશન કમિટી દ્વારા જીએસટી કાયદા અન્વયે વહીવટમાં પડતી મુશ્કેલીઓ ના નિવારણ અંગે ભારતના નાણામંત્રીશ્રી, જીએસટી કાઉન્સિલ તથા ગુજરાતના નાણા મંત્રીશ્રી , ગુજરાતના નાણા ખાતાના સચિવ શ્રી, પ્રિન્સિપલ કમિશનર ઓફ સીજીએસટી તથા ચીફ કમિશનર શ્રી એસજીએસટી ને રજૂઆતો મોકલી આપેલ છે તથા તેના સત્વરે નિકાલ થાય તેવા પ્રયત્નો પણ શરૂ કરેલ છે. GVAT Tribunal નાં અધ્યક્ષશ્રી (જજ) ની નિમણૂક કરવા અંગે નાણાં ખાતામાં લેખિત રજૂઆત કરેલ છે અને તેનું પણ ઝડપી નિરાકરણ આવે તે માટે પ્રયત્નશીલ રહીશું.

આ તમામ રજૂઆતો માટે તેઓનો કીમતી સમય આપવા બદલ શ્રી વારીશ ભાઈ ઈશાની, શ્રી સંજયભાઈ શેઠ ,શ્રી હાર્દિકભાઈ મોઢ, શ્રી સોહમ મશરૂવાલા, શ્રી પ્રિયમભાઈ શાહ, શ્રી કુંતલભાઈ પરીખ, શ્રી શાંતિભાઈ ઠક્કર, હેમંગભાઈ શાહ તથા તેમની ટીમ નો હું ખાસ આભાર વ્યક્ત કરું છું.

સંસ્થા દ્વારા દર માસે પ્રગટ થતાં સ્ટેટ ટેક્સ જનરલ તથા જજમેન્ટ સંસ્થાની વેબસાઈટ પર મૂકવાનો મેનેજિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં સંસ્થાની વેબસાઈટ પર કાર્યરત થાય તેવા પ્રયત્ન થઈ રહ્યા છે. સંસ્થાના કાર્ય ક્ષેત્રે વપરાતા સોફ્ટવેર તથા વેબસાઈટ ને આધુનિક બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંગે વેબસાઈટ કમિટી કન્વીનર શ્રી લલીતભાઈ ગણાત્રા સંસ્થાના બંને એડિટર શ્રી સમીરભાઈ સુધપુરીયા તથા પ્રેમલભાઈ શાહ ,સભ્યશ્રી ધ્રુવભાઈ શાહ તથા સંસ્થાના હોદ્દેદારો શ્રી ભવ્યભાઈ પોપટ તથા શ્રી નિશાંતભાઈ શાહ સાથે મળીને તાત્કાલિક યોગ્ય સરળ અને શ્રેષ્ઠ વેબસાઈટ તથા સોફ્ટવેર બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

મિત્રો આ વર્ષની પ્રથમ અનિલ શેઠ મેમોરિયલ રીપ્રેશર કોર્સ મીટીંગ આયોજન કરવામાં આવેલ છે જેમાં વક્તા તરીકે શ્રી ઉચિતભાઈ શેઠ તથા શ્રી અભય દેસાઈ દ્વારા સેવાકીય જવાબદારી સ્વીકારેલ છે તે બદલ સંસ્થા વતીથી હું તેઓનું અભિવાદન તથા ધન્યવાદ વ્યક્ત કરૂ છું.

મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા યોજવામાં આવેલ પાર્ટી/ પિકનિક માં સ્થાનિક તથા બહાર ગામના સભ્યોએ હાજર રહી અમોને પ્રોતસાહિત કરેલ છે તે બદલ મેનેજિંગ કમિટી વતી આભાર વ્યક્ત કરું છું.

આ તકે ખાસ આપણાં એસોસીએશનના જીતુભાઈ પટેલનો ખાસ આભાર માનું છું જેઓ હંમેશા સંસ્થાની ઓફિસને મદદરૂપ થાય છે અને સંસ્થાના તમામ કાર્યેક્રમમાં વિશેષ સહકાર આપે છે.

મિત્રો, એસોસિયન દ્વારા યોજાતી " આર એમ શાહ" જ્ઞાનોદય પાઠશાળા નું આયોજન ખૂબ જ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. "સંઘે શક્તિ કળિયુગે." સિદ્ધાંતને ધ્યાને રાખી હું દ્રઢ પણે માનું છું કે આપણાં એસોસીએશનના વિકાસમાં વધુ સભ્યો જોડાય તે જરૂરી છે. આ પ્રેસીડન્ટ મેસેજ દ્વારા આપ તમામ સભ્યમિત્રોને એક નમ્ર વિનંતી છે કે આપના પ્રોફેશનલ મિત્રો, જુનિયર વગેરે જેઓ આપણાં એસોસિએશનના સભ્યોના હોય તેઓને એસોસીએશનમાં જોડવા ખાસ ભારપૂર્વક વિનંતી કરું છું. - દેવકરણ વઘાસિયા, પ્રમુખ, ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન