Loading...

President Message


વડીલો અને મિત્રો.,

આપણા એસોસીએશનની પ્રતિષ્ઠિત એવી એમ્પાવર્ડ કમિટીનું એસોસીએશન પ્રત્યેનું યોગદાન હંમેશા મહત્વપૂર્ણર્ણ અને સરાહનીય રહેલું છે. આપણા સૌ માટે ગૌરવપૂર્ણર્ણ બાબત છે કે આ કમિટીમાં મેમ્બર તરીકે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટરર્ટરર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય એવા ખ્યાતનામ એડવોકેટ શ્રી સમીરભાઇ દીવેટીઆનો સમાવેશ કરવામાં આવેલ છે. તેઓશ્રીએ એમ્પાવર્ડ કમિટીના સભ્ય તરીકે સેવા આપવા બદલ આપેલ સંમતિ બદલ બાર એસોસીએશન વતી હું તેમનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

મિત્રો, અનિલ શેઠ મેમોરીયલ રીફ્રેશર કોર્ષની પ્રથમ મિટીંગનું આયોજન તા. 19-8-2021 ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે રાખવામાં આવેલ. જેમાં શ્રી નયનભાઇ શેઠે ઉપસ્થિત રહીને આપણને સહુને પ્રોત્સાહિત તથા અમૂલ્ય માર્ગર્ગદર્શન પૂરૂ પાડેલ. તેઓના આ પ્રશંસનીય યોગદાન બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. રીફ્રેશર કોર્સના વક્તાશ્રી ઉચીત શેઠ-એડવોકેટ તથા સીએ શ્રી અભય દેસાઇના વક્તવ્યનો ઉપસ્થિત સૌ સભ્યોએ રસપૂર્વક લાભ માણેલ. બંને વક્તાશ્રીઓને ધન્યવાદ.

મિત્રો, સેલ્સટેક્ષ જર્નલના આ અંકથી "Guest Article" નો એક નવો વિભાગ શરૂ થઇ રહ્યો છે. આ અંકમાં ગુજરાત હાઇકોર્ટર્ટના નિવૃત્ત જજશ્રી હર્ષા્ષાબેન દેવાણી દ્વારા "Constitutional Contours of Goods and Services Tax as per the Constitution (One Hundred and First Amendment) Act, 2016." વિષય પર વિસ્તૃત માહિતીસભર આર્ટીકલ આપવામાં આવેલ છે. એસોસીએશન વતી તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.

ઘણા લાંબા સમય પછી ડીજીટલ વેબીનારના પ્લેટફોર્મ પરથી હવે આપણે સૌ પ્રત્યક્ષ સેમીનાર તરફ પ્રયાણ કરી શક્યા છીએ. આજ દિશામાં હવે આપણે ઝડપથી આગળ વધતા રહીશું. રીફ્રેશર કોર્શના પ્રારંભ પછી હવે જ્ઞાનોદય પાઠશાળાની પ્રવૃત્તિનો પ્રારંભ પણ થવા જઇ રહ્યો છે. આણંદ ખાતે જ્ઞાનોદય પાઠશાળાનું આયોજન કરેલ છે. જેની વિગતવાર માહિતીની ટૂંક સમયમાં સભ્યોને જાણ કરવામાં આવશે.

સ્ટેટ જીએસટી સમક્ષ જોઇન્ટ કમિશ્નર લેવલની ગ્રીવન્સ સેલની મિટીંગની વિગતવાર રજૂઆત કરવામાં આવેલ છે અને ડીપાર્ટમર્ટમર્ટમેન્ટ દ્વારા ગ્રીવન્સ સેલની મિટીંગના કાર્યક્રમની રૂપરેખા ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે.

આપ સૌને 75મા સ્વાતંત્ર્ય દિન, બળેવ તથા જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિનોદ વી. પરમાર
પ્રમુખ
ધી ગુજરાત સેલ્સટેક્ષ બાર એસોસીએશન

Scroll to Top